સગીરાનું વર્ષો સુધી શોષણ કરનારા 3 નરાધમની સજામાં વધારો કરાયો

Tuesday 20th May 2025 11:49 EDT
 
 

લંડનઃ 1990ના દાયકામાં એક સગીરા પર વારંવાર બળાત્કાર કરનારા 3 અપરાધીઓની સજામાં વધારો કરાયો છે. સોલિસિટર જનરલનું માનવું હતું કે, અપરાધીઓને ઓછી સજા કરાઇ છે તેથી તેમણે કોર્ટ ઓફ અપીલમાં ઇબરાર હુસેન, ઇમ્તિયાઝ અને ફયાઝ એહમદની સજામાં વધારો કરવા ભલામણ કરી હતી. આ ત્રણે સગીરાને સેક્સના બદલામાં નાણા, ડ્રગ્સ અને આલ્કોહોલ આપતાં હતાં. અગાઉ અદાલતે ઇબરાર હુસેનને 6 વર્ષ અને 6 મહિનાની કેદની સજા આપી હતી જે હવે વધારીને 10 વર્ષ કરાઇ છે. ઇમ્તિયાઝ એહમદને 9 વર્ષની સજા કરાઇ હતી જે હવે વધારીને 11 વર્ષ તેમજ ફયાઝ એહમદને સાડા સાત વર્ષની કેદ મળી હતી જે હવે વધારીને 10 વર્ષ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter