સગીરાને શારીરિક શોષણ માટે ફોસલાવનાર નરાધમ દોષી ઠર્યો

Tuesday 13th February 2024 12:30 EST
 

લંડનઃ 13 વર્ષની સગીરાને ફોસલાવીને તેનું શારીરિક શોષણ કરવા માટે મળવાનો પ્રયાસ કરનાર મુહમ્મદ ઝીશાન અલીને દોષી ઠેરવવામાં આવ્યો છે. અલી છેલ્લા કેટલાક સમયથી આ સગીરા સાથે સોશિયલ મીડિયા પર વાતો કરતો હતો અને તેણે લંડન અંડર ગ્રાઉન્ડ સ્ટેશનની બહાર મળવાની યોજના બનાવી હતી. મેટ પોલીસને અલીના આ બદઇરાદા અંગે જાણ કરાતા પોલીસે કેનેડા વોટર સ્ટેશન ખાતે છટકું બિછાવ્યું હતું અને અલી ત્યાં પહોંચતાં જ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કરાતાં અલીએ તેનો ફોન જમીન પર પટકીને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના પર બાળક સાથે સેક્સ અંગેની વાતો કરવા અને તેનું શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. અલીએ ક્રોયડોન મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે પોતાનો અપરાધ કબૂલી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter