સગીરોમાં એન્ટી એજિંગ ઉત્પાદનોનો ભયજનક ઉપયોગ

સોશિયલ મીડિયા પરની જાહેરાતો યુવાઓને ગેરમાર્ગે દોરી રહી છે

Tuesday 16th January 2024 12:38 EST
 
 

લંડનઃ સગીરોમાં એન્ટી એજિંગ ઉત્પાદનોનો ઉપયોગ ભયજનક બની રહ્યો છે. ડર્મેટોલોજિસ્ટોના જણાવ્યા અનુસાર એન્ટી એજિંગ ઉત્પાદનો સગીરોની સંવેદનશીલ ચામડીને ગંભીર નુકસાન કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના ઉત્પાદનોની જાહેરાતોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તેમની ભ્રામક જાહેરાતોના પગલે સગીરો આ ઉત્પાદનો ખરીદવા તેમના વાલીઓ પર દબાણ કરી રહ્યાં છે.

ડોક્ટરો કહે છે કે તમારી ચામડીને તંદુરસ્ત રાખવા માટે દિવસમાં બે વાર ચહેરાને ધોઇ લાઇટ માઇસ્ચ્યુરાઇઝર અને સન સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ યુવાઓ જટિલ સ્કિનકેર પ્રોગ્રામ પસંદ કરી રહ્યાં છે. ચામડીની કોઇ સમસ્યા હોય તો મેડિકલ હેલ્પ લેવાના બદલે સગીરો ઓનલાઇન ટ્રેન્ડને અનુસરી રહ્યાં છે.

લંડનમાં ક્લિનિક ચલાવતા ડર્મેટોલોજિસ્ટ ડો. અંજલિ માહતો કહે છે કે સગીરો પર સોશિયલ મીડિયાના પ્રભાવને ઉજાગર કરવો મહત્વનું બની રહ્યું છે. સ્કિનકેર માટે મોંઘા ઉત્પાદનો જરૂરી છે તેવી ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. ચામડીની કાળજી માટે રોજિંદા બેઝિક હાઇજિનને પ્રાથમિકતા આપવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter