સટનના કાઉન્સિલર નલિની પટેલે ૩,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા

Tuesday 22nd September 2020 14:59 EDT
 
 

સટન કાઉન્સિલના કાઉન્સિલર નલિની પટેલે સટન મેયર્સ ૧૦૦૧ સમર ચેલેન્જ દ્વારા ૩૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા. તેમણે ૧૦૦૧ મિનિટ સુધી તેમનું મોબિલીટી સ્કૂટર ચલાવ્યું હતું. સટનના મેયર કાઉન્સિલર ટ્રીશ ફિવીએ તેમને આ સિદ્ધિ બદલ ટ્રોફી એનાયત કરી હતી. આ રકમનો ઉપયોગ સટન મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અને હોમ સ્ટાર્ટ માટે કરવામાં આવશે. નલિની પટેલે તેમની આ પ્રથમ શારીરિક ચેલેન્જ માટે ગર્વની લાગણી અનુભવી હતી અને તમામ સપોર્ટરોનો આભાર માન્યો હતો. મે ૨૦૨૦માં મિલન ગ્રૂપ વોલિંગ્ટને ૫૦૦ પાઉન્ડ અને કનુભાઈ આર પટેલ (MBE)એ ૫૦૦ પાઉન્ડ મળીને કુલ ૧૦૦૦ પાઉન્ડનું એપ્સમ અને સેન્ટ હેલીયર હોસ્પિટલને પીપીઈ કીટ માટે ડોનેશન કર્યું હતું.

વધુ માહિતી માટે સંપર્ક. નલિની પટેલ - 07737 683074


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter