સડકો પર ગાબડાંની ભરમાર, દિવસના 1,700 વાહન બ્રેકડાઉન

2023ના પ્રથમ 4 મહિનામાં ખાડાના કારણે 52000 વાહનો ખોટકાયાં

Tuesday 30th May 2023 12:09 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં સડકોમાં પડેલા ખાડા અને ગાબડાના કારણે વાહનો ખોટકાઇ જવાની ઘટનાઓમાં છેલ્લા એક વર્ષમાં 33 ટકાનો વધારો થયો છે. એએના કર્મચારીઓ દ્વારા વાહન ખોટકાઇ જવાની 1700 ફરિયાદોનો એક દિવસમાં નિકાલ કરવામાં આવે છે. એપ્રિલ મહિનામાંજ એએ બ્રેકડાઉન સર્વિસ દ્વારા સડક પરના ગાબડાંને કારણે ખોટકાઇ ગયેલા વાહનોના 52000 ચાલકોને મદદ કરાઇ હતી. જે એપ્રિલ 2022 કરતાં 29 ટકાનો વધારો દર્શાવે છે.

તાજેતરમાં સામે આવેલા આંકડા દર્શાવે છે કે સડક પરના ગાબડાંના કારણે વાહનચાલકો માટે 2023નું વર્ષ સૌથી વધુ પરેશાન કરનારું રહ્યું છે. 2017માં એએ દ્વારા સડકો પરના ગાબડાંના કારણે થતા બ્રેકડાઉનની નોંધ રાખવાની શરૂ કરી હતી.

2023ના પ્રથમ ચર મહિનાના આંકડા બતાવે છે કે સડક પરના ગાબડાં ગયા વર્ષ કરતાં પણ વધુ સમસ્યાઓ સર્જી રહ્યાં છે.  2022ની સરખામણીમાં 2023ના પ્રથમ 4 મહિનામાં સડક પરના ગાબડાંના કારણે વાહનના બ્રેકડાઉનની ઘટનામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. બ્રેકડાઉન  સર્વિસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો તેઓ સડક પર કોઇ ગાબડું જૂએ તો તેની કાઉન્સિલને અવશ્ય કરે.

એક રિસર્ચ પ્રમાણે સડક પરના ગાબડાંના કારણે વાહનને નુકસાન અને ચાલકને ઇજા માટે કરાતા મોટા ભાગના દાવા હાઇવે ઓથોરિટી દ્વારા નકારવામાં આવી રહ્યાં છે. દર 4માંથી એક વાહનચાલક વળતર મેળવવામાં સફળ થાય છે.

સડક પર ગાબડાંને કારણે થયેલી ઇજા માટે 1 મિલિયન પાઉન્ડનું વળતર

લંડનઃ સડક પરના ગાબડાંના કારણે થયેલી ઇજા માટે એક વાહનચાલકને 1 મિલિયન પાઉન્ડ કરતાં વધુનું વળતર ચૂકવાયું છે. સડક પરના ગાબડાના કારણે થયેલી ઇજા માટે 4 વર્ષની કાનૂની લડાઇ બાદ આ વ્યક્તિને 11,88,565.25 પાઉન્ડનું વળતર ચૂકવાયું છે. યુકેમાં આ પ્રકારે ચૂકવાયેલું આ સૌથી મોટું વળતર છે. એક્ટિવિટોએ જણાવ્યું છે કે, આ વળતર દર્શાવે છે કે યુકેની સડકો કેટલી ખસ્તાહાલ છે. લેબર પાર્ટીની વેલ્શ સરકાર દ્વારા આ વળતર ચૂકવાયું છે. વેલ્સમાં તમામ સડકોની જાળવણીની જવાબદારી વેલ્શ સરકારની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter