લંડનઃ લંડનની સડકો પર ફાર રાઇટ્સ હિંસાને વખોડી કાઢતાં વડાપ્રધાન સ્ટાર્મરે રેસિસ્ટ ઉશ્કેરણી સામે આકરાં પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, જનતાને શાંતિપૂર્ણ દેખાવો કરવાનો અધિકાર છે. તે આપણા મૂલ્યોના કેન્દ્રમાં છે પરંતુ બ્રિટનની સડકો પર રેસિસ્ટ વ્યવહાર અને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પરના હુમલાને સાંખી લેવાશે નહીં. બ્રિટન સહિષ્ણુતા, વૈવિધ્યતા અને સન્માન પર નિર્માણ થયેલો દેશ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, બ્રિટન ક્યારેય ફાર રાઇટ્સને શરણે જશે નહીં. તેઓ ઇંગ્લિશ ફ્લેગનો ઉપયોગ હિંસા અને લઘુમતી સમુદાયોમાં ભય ફેલાવવા કરે છે. સેન્ટ જ્યોર્જ ફ્લેગ આપણા દેશની વૈવિધ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે.