લંડનઃ હવે તમારે તમારા બગીચામાં સફરજનના ઝાડ તમારા જોખમે ઉગાડવાના રહેશે. નહીંતર લાખો પાઉન્ડનો દંડ થઇ શકે છે. બર્મિંગહામમાં એન્ટોઇનેટ વિલિયમ્સના બગીચાના સફરજનના ઝાડ પરથી સડેલાં સફરજન પાડોશી બાર્બરા પિલ્ચરના બગીચામાં પડતાં એન્ટોઇનેટને 2,00,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એન્ટોઇનેટે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે બાર્બરાએ તેણી વિરુદ્ધ પુરાવા ઉપજાવી કાઢ્યા છે પરંતુ હાઇકોર્ટે તેની દલીલ નકારી કાઢી હતી. એન્ટોઇનેટના બગીચામાં આવેલા 40 ફૂટ ઊંચા સફરજનના ઝાડ પરથી સેંકડો સડેલા સફરજન બાર્બરાના બગીચામાં પડતાં હતાં.

