સત્તામાં આવીશું તો દર વર્ષે ઇમિગ્રન્ટ્સને જારી કરાતા વિઝાની સંખ્યા ઘટાડીશુઃ સુનાક

વિઝા પર મર્યાદા લાદવા સંસદમાં નિર્ણયો લેવાશે, વિદેશી કામદારોની સંખ્યા ઘટાડાશે

Tuesday 04th June 2024 12:55 EDT
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે વચન આપ્યું છે કે નવી કન્ઝર્વેટિવ સરકાર સત્તામાં આવશે તો માઇગ્રન્ટ્સને જારી કરાતા વિઝાની સંખ્યા દર વર્ષે ઘટાડવામાં આવશે. યુકેમાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે દર વર્ષે વિઝાની સંખ્યા ઘટાડવા સંસદમાં કાયદાકીય મર્યાદા નક્કી કરાશે. વિઝાની સંખ્યા ઘટાડવા માટે નિષ્ણાતોની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની ભલામણોનો આધાર લેવાશે.

જો કે વિઝાની સંખ્યા કેટલી ઘટાડવામાં આવશે તેઅંગેની ચોક્કસ સંખ્યા આપ્યા વિના સુનાકે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન ઘટાડવા માટે અમારી પાર્ટી જ સાહસિક નિર્ણયો લઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે દર વર્ષ માટે માઇગ્રેશનની સંખ્યાને મર્યાદિત કરીન આપણે જાહેર સેવાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીશું. તેના કારણે મકાનોની માગ પર દબાણ સર્જાશે નહીં અને જરૂરીયાત પ્રમાણે એનએચએસ અને ઉદ્યોગજગતમાં સ્કીલ્ડ વિદેશી કામદારોને લાવીશું.

સુનાકે જણાવ્યું હતું કે, અમે દેશમાં આવતા ઇમિગ્રન્ટની સંખ્યા ઘટાડવા માટે સાહસિક નિર્ણયો લીધાં છે. અમારી નીતિઓ કામ કરી રહી છે પરંતુ માઇગ્રેશનનું સ્તર ઘણું ઊંચુ છે. તેથી અમે વધુ આકરા નિયંત્રણો લાદીશું. ઇમિગ્રેશન અંગેના નિર્ણય સાંસદોના હાથમાં મૂકવાથી મતદારોનો પણ વિશ્વાસ વધશે કે તેમના મંતવ્યોનું સન્માન કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter