લંડનઃ યુકેના સૌપ્રથમ એશિયન કોમર્શિયલ રેડિયો સ્ટેશન સનરાઇઝ રેડિયોના સ્થાપક અવતારસિંહ લિટનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખુબ દુઃખ સાથે અમે જણાવીએ છીએ કે રેડિયો અને બ્રોડકાસ્ટિંગમાં પાયો નાખનાર અવતારસિંહ લિટનું નિધન થયું છે. અવતારસિંહે 1989માં સનરાઇઝ રેડિયોનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેમણે કિસ્મત રેડિયોની સ્થાપના કરી હતી. સનરાઇઝ રેડિયો દ્વારા ક્લબ એશિયા રેડિયો સંપાદિત કરીને બઝ એશિયા નામ અપાયું હતું. તાજેતરમાં તેમણે જિયો રેડિયોનો પ્રારંભ કર્યો હતો. અવતારસિંહ એક વિઝનરી હતા અને તેમના દ્વારા શરૂ કરાયેલ સનરાઇઝ રેડિયો સૌપ્રથમ 24 કલાક સેવા આપતું કોમર્શિયલ એશિયન રેડિયો સ્ટેશન હતું.


