લંડનઃ યુકેના વડાપ્રધાન રિશી સુનાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગાયને ચારો ખવડાવતો ફોટો પોસ્ટ કર્યો છે. યુકેમાં ખેતીના વિકાસ અંગે વાત કરતાં તેમણે આ તસવીર પોસ્ટ કરી હતી. જોકે ભારતીયો માટે આ તસવીર અલગ જ મહત્વ ધરાવે છે. ઘણા યુઝર્સે રિશી સુનાકને ગૌભક્ત ગણાવીને વધાવી લીધાં હતાં. કેટલાકે બ્રિટિશ વડાપ્રધાન સુનાકને સનાતન ધર્મના ઉપાસક ગણાવ્યા હતા.


