સપ્તાહના £4 મિલિયનઃ વપરાયા વિનાના PPE સાચવવાનો ખર્ચ

Wednesday 16th March 2022 00:51 EDT
 
 

લંડનઃ બ્રિટન વણવપરાયેલા કોવિડ ગાઉન્સ, ફેસ માસ્ક્સ અને ગ્લોવ્ઝને સાચવવા પાછળ દર સપ્તાહે 4 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે. કોવિડ મહામારીના ગાળામાં યુકે સરકારે NHS હોસ્પિટલો માટે બિલિયન્સની સંખ્યામાં મેડિકલ ગાઉન્સ, ફેસ માસ્ક્સ અને ગ્લોવ્ઝ સહિતની પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ્સની ખરીદી કરી હતી. જેનો કદી ઉપયોગ થવાનો નથી તે ઉપકરણોને ગોડાઉન્સમાં સાચવી રાખવા દર સપ્તાહે લાખો પાઉન્ડનો ખર્ચ કરાય છે.

કરદાતાઓ દર સપ્તાહે જેની કદાચ જરૂર નહિ પડે તેવા PPE સાચવવા દર સપ્તાહે 4 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરી રહ્યા છે. ગાઉન્સ, ગ્લોવ્ઝ અને માસ્ક સહિત 15 બિલિયનથી વધુ ઉપકરણોના જંગી જથ્થાનો સંગ્રહ કરાયો છે. યુકેના સપ્લાયર્સ અને ગોડાઉન્સમાં 8.6 બિલિયન જ્યારે શિપિંગ કન્ટેઈનર્સમાં 5.5 બિલિયન ઉપકરણોનો જથ્થો છે. સરકારે ખરીદી કરેલી આઈમ્સમાંથી 10 ટકા જથ્થો તો હજુ ચીનમાં પડ્યો છે. યુકે અને ચીનમાં સંગ્રહાયેલા જથ્થા માટે સરકાર દર સપ્તાહે આશરે 3.8 મિલિયન પાઉન્ડની ફી ચૂકવે છે.

સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર સ્ટોરેજનો ખર્ચ ઘટાડવા કેટલાક પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સને સળગાવી દેવાશે. કેટલાક ઉપકરણો યુક્રેન સહિત વિદેશમાં દાન તરીકે મોકલાઈ રહ્યા છે. લાખો આઈટમ્સ તો વપરાશ કરી ન શકાય તેવી છે. કોવિડ મહામારી શરૂ થયાં પછી PPEની 32બિલિયન આઈટમ્સ ખરીદવા ઓર્ડર અપાયો હતો. કોવિડમાં ચાવીરુપ કોન્ટ્રાક્ટ્સ કેવી રીતે અપાયા તેની તપાસ પણ પેન્ડેમિક ઈન્ક્વાયરીમાં થવાની છે ત્યારે આ વિગતો બહાર આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter