સફળ સ્ટેજ શો ‘મિસિસ કપૂર‘સ ડોટર્સ વેડિંગ’ ફરી ધૂમ મચાવવા સજ્જ

Wednesday 12th April 2023 06:37 EDT
 
 

લંડનઃ બ્રિટિશ એશિયન તખ્તા પર ભારે સફળતા મેળવનાર બોલિવૂડથી પ્રેરિત મિસિસ કપૂર‘સ ફર્સ્ટ ડોટર‘સ વેડિંગના યુકેમાં 57 સેલ-આઉટ શો અને ભારે પ્રસંશાત્મક રિવ્યૂઝના પગલે ‘મિસિસ કપૂર‘સ ડોટર્સ વેડિંગ’ શો ફરી બીજી દીકરીના લગ્નની ધૂમ મચાવવા આવી ગયો છે. તેના 12 શો તો સંપૂર્ણપણે હાઉસફૂલ થયેલા છે અને તાજેતરના વર્ષોમાં બ્રિટિશ એશિયન થીએટર પ્રોડક્શન્સના શ્રેષ્ઠ શોમાં એક તરીકે ઓડિયન્સીસ અને વિવેચકો દ્વારા ભરપૂર વખાણ કરાયા છે. ‘મિસિસ કપૂર‘સ ડોટર્સ વેડિંગ 2 મોરેશિયસ’ લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર, લેસ્ટર અને બ્રેડફોર્ડમાં પરફોર્મન્સીસ આપવા યુકેના પ્રવાસે આવી રહેલ છે.
એશિયન મીડિયા એવોર્ડ્ઝ ખાતે 2019 અને 2022માં શ્રેષ્ઠ સ્ટેજ પ્રોડક્શન તરીકે નોમિનેટ કરાયેલા આ શો દ્વારા સાચી બોલીવૂડ શૈલીમાં દર્શકોને બહુરૂપી યાત્રા કરાવાય છે. વિશિષ્ટ એશિયન ડેસ્ટિનેશન વેડિંગમાં એરપોર્ટ્સમાં હિલચાલોથી માંડી લગ્નસ્થળ સુધી આવતા ચડાવઉતારમાં રોમાન્સ, કોમેડી અને એક્શનના દિલધડક દૃશ્યો દર્શકોને અદ્ભૂત રીતે જકડી રાખે છે. ‘મિસિસ કપૂર‘સ ડોટર્સ વેડિંગ 2 મોરેશિયસ’ પારિવારિક લગ્ન માટે કરાતા પેકિંગ અને વિદેશ પ્રવાસની ભાવોત્તેજક નાટકીયતાને ચોકસાઈ અને સફળતાપૂર્વક રંગમંચના તખતા પર રજૂ કરાઈ છે.
આ નાટકીય પ્રસ્તુતિમાં સાંસ્કૃતિક ઉલ્લેખની બાબતોની બારીકાઈ સાથે રજૂઆત કરાઈ છે અને તેમાં ભરપૂર રંગછાંટણા, ઊર્જા અને જીવંત કોમેડી તમામ વયજૂથના ઓડિયન્સનું મન મોહી લે તેવા છે. એકે બોલિવૂડના ડાન્સરોના કૌશલ્યનું પ્રદર્શન કરતા બોલીવૂડ નૃત્યને જીવંત ગાયકી સાથે તેમજ રિધમ ‘એન’ બાસના ઢોલવાદકો દ્વારા એવી રીતે વણી લેવાયા છે કે ઓડિયન્સને યુકેના સ્ટેજ પર અનોખા પ્રકારની ભવ્યતાનું સર્જન જોવાં મળશે.
શોનું સ્થળ અને તારીખ
• 22 એપ્રિલ - ફેરફિલ્ડ હોલ્સ, ક્રોયડન
• 14 મે - RNCM થિયેટર, માન્ચેસ્ટર
• 4 જૂન - એલેક્ઝાન્ડ્રા, બર્મિંગહામ
• 11 જૂન - બેક થિયેટર હેઝ, લંડન
• 16 જૂન - ડી મોન્ટફોર્ટ હોલ, લેસ્ટર
• 17 જૂન - સેન્ટ જ્યોર્જ’સ હોલ, બ્રેડફોર્ડ
શોના કલાકારોમાં એક્ટર - કોમેડિયન - જાણીતા લેખક મનોજ કેરાઈ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર - એક્ટર - કોમેડિયન જીલી વરસાણી અને વેસ્ટ એન્ડ સિંગર શાહિદ અબ્બાસ ખાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓનલાઇન કોમેડિયન - ક્યુરેટર રૂપલ મારુ અને જાણીતા રેડિયો પ્રેઝન્ટર વલિસા ચૌહાણે પણ શોમાં અભિનય કર્યો છે. આ શોના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અર્ચના કુમાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter