લંડનઃ એનર્જી સેક્રેટરી એમ્બર રડે આશ્ચર્યકારી પગલામાં સોલાર પેનલ્સ પરની સબસિડીમાં ઘટાડો કરવા માટે મસલત પ્રક્રિયા જાહેર કરી છે. આનો હેતુ પેનલ્સ પર સરકારી ખર્ચમાં ૯૦ ટકાનો ઘટાડો કરવાનો છે. ગ્રીન ઊર્જા માટે સરકારનો ઉત્સાહ મંદ થયો હોવાનું આનાથી સ્પષ્ટ થાય છે.
ભારે ખર્ચાળ સોલાર પેનલ્સ ખરીદવા લોકોને અપાતું પ્રોત્સાહન આશરે ૯૦ ટકા સુધી ઘટી જશે, જેના પરિણામે બ્રિટનની સોલાર પાવર તેજીનો અંત આવશે. તાજેતરના સપ્તાહોમાં પ્લાનિંગ નિયંત્રણો કડક બનાવાયાં છે અને વિન્ડ ફાર્મ્સ માટે સબસિડી પણ ઘટાડાઈ છે. સરકારે ડોમેસ્ટિક ઊર્જા કાર્યક્ષમતા સુધારવા માટે લોન આપતી £૫૪૦ મિલિયન ગ્રીન ડીલ પણ બંધ કરી છે.