લંડનઃ રોયલ મેઇલ દ્વારા સમગ્ર યુકેમાં 3500 જેટલાં સૌર ઉર્જા સંચાલિત પોસ્ટ બોક્સ સ્થાપિત કરાયાં છે. રોયલ મેઇલના 175 વર્ષના ઇતિહાસમાં પોસ્ટ બોક્સની ડિઝાઇનમાં કરાયેલો આ સૌથી મોટો બદલાવ છે. નવા પોસ્ટ બોક્સમાં ડિજિટલી ઓપરેટેડ ડ્રોપ ડાઉન ડ્રોઅરની સુવિધા છે જેના દ્વારા ક્સ્ટમર્સ શૂ બોક્સ જેટલાં મોટા પાર્સલ પણ મોકલી શકશે. આ માટે રોયલ મેઇલના એપ પર બારકોડ સ્કેન કરવાનો રહેશે જેના દ્વારા ડ્રોઅર ખોલી શકાશે. પોસ્ટ કર્યાનો પુરાવો અને ટ્રેકિંગ એપ પર ઉપલબ્ધ થશે.


