સમગ્ર યુરોપમાં યુકેમાં જોબની અપેક્ષા ખૂબ ઓછીઃ લેબર રિપોર્ટ

Wednesday 16th December 2020 01:55 EST
 
 

લંડનઃ સમગ્ર યુરોપમાં યુકેમાં નોકરીઓની અપેક્ષા ખૂબ ઓછી હોવાનું દર્શાવીને લેબર માર્કેટના રિપોર્ટમાં નવા વર્ષે બેરોજગારીમાં ભારે વધારો થવાની ચેતવણી પર ભાર મૂકવામાં આવ્યો હતો. મેનપાવર ગ્રૂપ એમ્પ્લોયમેન્ટ આઉટલૂક સર્વેમાં જણાયું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરમાં કોવિડ-૧૯ના નિયંત્રણોને કડક બનાવાયા તે પછી રિટેઈલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં નોકરી મળવાની તક સ્પ્રિંગના પ્રથમ દેશવ્યાપી લોકડાઉન કરતાં ખૂબ ઓછી છે.
૧,૩૦૦ એમ્પ્લોયરના સર્વેમાં ફાઈનાન્સ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં વધુ જોબ ઉભી થવાના સંજોગો છતાં મોટાભાગના એમ્પ્લોયર ૨૦૨૧ના પ્રથમ ત્રણ મહિના દરમિયાન નવા સ્ટાફને કામે રાખવાના બદલે જોબ્સ ઘટાડવાનું આયોજન કરતા હોવાનું જણાયું હતું. ૨૪ દેશના કરાયેલા અભ્યાસમાં યુકેનું - ૬ ટકા (માઈનસ છ ટકા) બેલેન્સ સમગ્ર યુરોપમાં સૌથી ઓછું હતું.
મેનપાવર ગ્રૂપને મેનેજિંગ ડિરેક્ટર માર્ક કાહિલે જણાવ્યું કે ફાઈનાન્સ અને બિઝનેસ સેક્ટરમાં રોજગારીમાં સતત ઉછાળો જોવાઈ રહ્યો છે જે ૨૦૨૧નું વર્ષ સારું રહેશે તેવા સંકેતો આપે છે. જોકે, ભવિષ્ય ઉજળું દેખાતું હોવા છતાં બ્રેક્ઝિટની સતત અનિશ્ચિતતા અને કોવિડ-૧૯ના બીજા મોજાની અસર સાથે સમગ્ર યુરોપમાં યુકે સૌથી ઓછું આશાવાદી જણાય છે. ડેટા મુજબ માત્ર ૪૯ ટકા એમ્પ્લોયર્સને આશા છે કે આગામી ૧૨ મહિનામાં તેમનું હાયરિંગ કોરોના મહામારી પહેલાના સમય સુધીના સ્તરે પહોંચશે.
રિટેઈલ અને હોસ્પિટાલિટી સેક્ટર લગભગ ૬ મિલિયન વર્કરોને રોજગારી આપે છે. પરંતુ, મેનપાવરના જણાવ્યા મુજબ બન્ને સેકટર્સને ઈંગ્લેન્ડમાં ૫ નવેમ્બરથી ૨ ડિસેમ્બરના ચાર સપ્તાહના લોકડાઉનની અસર પડી હતી અને તે દરમિયાન હાયરિંગ ઈન્ટેન્શન્સ સૌથી ઓછા રહ્યા હતા.
એક અલગ રિપોર્ટમાં બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમે (BRC) જણાવ્યું હતું કે ગ્રાહકોએ ઈંગ્લેન્ડના ચાર સપ્તાહના લોકડાઉનના ગાળામાં તેમનો વપરાશખર્ચ વધાર્યો હતો પરંતુ, તે ઓનલાઈન ખર્ચ રહ્યો હતો. ગયા મહિને નોન-ફૂડ ખર્ચના ૬૦ ટકા ઓનલાઈનના હતા.

6 Attachments


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter