સમાજમાં એકતા માટે આપણે અદ્વિતિય કામગીરી કરી છેઃ વડાપ્રધાન

બ્રેવરમેનના મંતવ્ય સાથે સહમત થવા સુનાકનો ઇનકાર

Tuesday 03rd October 2023 12:03 EDT
 

લંડનઃ યુકે અને યુરોપમાં બહુસાંસ્કૃતિકવાદ નિષ્ફળ ગયો હોવાના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનના દાવા સાથે સહમત થવા વડાપ્રધાન રિશી સુનાકે ઇનકાર કરી દીધો છે. વડાપ્રધાને યુકેની બહુસાંસ્કૃતિકવાદ ધરાવતી લોકશાહીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દેશે લોકોને એકજૂથ કરવાની અદ્વિતિય કામગીરી બજાવી છે. ટોરી કોન્ફરન્સ પહેલાં વિવિધ ઇન્ટર્વ્યુમાં વડાપ્રધાને બ્રેવરમેનના મંતવ્ય સાથે સહમત થવાનો વારંવાર ઇનકાર કર્યો હતો. બીબીસીને આપેલા ઇન્ટર્વ્યુમાં સુનાકે જણાવ્યું હતું કે, સમાજમાં એકતા માટે આપણે અદ્વિતિય કામગીરી કરી છે. હું ભારતીય મૂળનો પ્રથમ વડાપ્રધાન બન્યો તે અદ્દભૂત બાબત છે. આપણે વર્ષોથી આ દિશામાં પ્રગતિ કરી છે. હોમ સેક્રેટરીના નિવેદન મુદ્દે સુનાકે જણાવ્યું હતું કે, દરેકે બ્રિટિશ મૂલ્યોની જાળવણી કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter