લંડનઃ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર તેમના પરિવાર સહિત ૧૦ દિવસ માટે સેલ્ફ-આઈસોલેશનમાં છે. તેમના એક બાળકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી આ પગલું લેવાયું છે. તેઓ રોજ પોતાનો ટેસ્ટ કરાવતા રહેશે. કોરોના મહામારીના આરંભ પછી તેઓ ચોથી વખત ક્વોરેન્ટાઈન થયા છે.
અગાઉ સર સ્ટાર્મર ગુરુવાર ૨૨ જુલાઈએ મિડલેન્ડ્સની મુલાકાતે જવાના હતા પરંતુ, સરકારી નિયમો અનુસાર તેઓ હવે સેલ્ફ આઈસોલેશનમાં રહેશે. ઉલ્લેખનીય છે કે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ કોરોના પોઝિટિવ આવવાના પગલે વડા પ્રધાન જ્હોન્સન અને ચાન્સેલર સુનાક પણ ક્વોરેન્ટાઈન થયા હતા.