સર વિન્સ કેબલ લિબ. ડેમના નેતા

Saturday 22nd July 2017 06:09 EDT
 
 

લંડનઃ પૂર્વ બિઝનેસ સેક્રેટરી અને ટ્વીકનહામના સાંસદ ૭૪ વર્ષીય સર વિન્સ કેબલ લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતાપદે બીનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેઓ ૮૧ વર્ષની વયે નિવૃત્ત થનારા સર વિન્સ્ટન ચર્ચિલ પછી બ્રિટિશ રાજકીય પક્ષના સૌથી મોટી વયના નેતા બન્યા છે.

સામાન્ય ચૂંટણીમાં નિરાશાજનક પરિણામોના પગલે ટીમ ફેરોને પક્ષના નેતાપદનો ત્યાગ કર્યા પછી સર વિન્સ આ પદે ચૂંટાયા છે. પાર્ટીના નેતા બન્યા પછી પ્રથમ પ્રવચનમાં તેમણે બ્રેક્ઝિટથી દૂર થવાની માગણી કરી હતી અને બ્રિટિશ રાજકારણના કેન્દ્રમાં મોટી ખાઈને પૂરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લેબર અને ટોરી પાર્ટીએ મુખ્યપ્રવાહના અર્થતંત્રને છોડી દીધું છે. લિબ ડેમ પાર્ટી સિંગલ માર્કેટ અને કસ્ટ્મ્સ યુનિયનમાં રહેવા કટિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter