લંડનઃ વર્ષ 2028માં યોજાનારી લંડનના મેયરપદની ચૂંટણીમાં ચોથીવાર ઝંપલાવવાનો મેયર સર સાદિક ખાને સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ઉમેદવારી માટે મેં મારા અભિયાનની યોજના તૈયાર કરી લીધી છે. એકવાર ચૂંટણી પ્રક્રિયા શરૂ થયે આપણે ઉમેદવારો અંગે જાણી શકીશું પરંતુ મેં મારી વ્યૂહરચના તૈયાર કરી લીધી છે.
સર સાદિક ખાને સંસદની ચૂંટણી લડવા અનિચ્છા વ્યક્ત કરી દીધી છે. તેમણે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, હું ફરીવાર સંસદનો સભ્ય બનવા ઇચ્છતો નથી. હું 11 વર્ષ સુધી સાંસદ રહી ચૂક્યો છું. ગયા વર્ષે પણ સાદિક ખાન સંકેત આપી ચૂક્યા હતા કે હું સિટી હોલમાં 2032 સુધી રહેવા માગુ છું.


