લંડનઃ સરકાર યુકેની માઇગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ કરવા ઇચ્છે છે જેથી કંપનીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને લાઇફ સાયન્સ સેક્ટરોમાં કુશળ કર્મચારીઓને નોકરી આપવાનું સરળ બની રહે.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે બિઝનેસ લીડર્સને સંબોધન કરતાં ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું હતું કે, સરકાર આ વર્ષે ઇમિગ્રેશન વ્હાઇટ પેપર જારી કરશે જેમાં અલગ વિઝા રૂટનો પ્રસ્તાવ મૂકાશે. સરકાર ક્લીન એનર્જી, બાયો સાયન્સિઝ જેવા મહત્વના સેક્ટરોમાં વિદેશી કમર્ચારીઓને આકર્ષવા માગે છે.
રીવ્ઝે જણાવ્યું હતું કે, યુકે સમૃદ્ધ ટેલેન્ટેડ કર્મચારીઓ ધરાવે છે જે વેપાર ધંધાના વિકાસ માટે રોકાણકારોને મદદરૂપ બની શકે છે. અમે સિસ્ટમ અસરકારક રીતે કામ કરે તે સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ. અમે અમારી સરહદો સુરક્ષિત રાખવાની સાથે અમારા અર્થતંત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પરિણામો હાંસલ કરવા પગલાં માટે હું પ્રતિબદ્ધ છું.


