સરકાર માટે મોટો પડકારઃ નેટ માઇગ્રેશન 6,06,000ના રેકોર્ડ સ્તર પર

2022માં યુકેમાં આવતા વિદેશીઓની સંખ્યામાં 20 ટકાનો ઉછાળો

Tuesday 30th May 2023 11:40 EDT
 
 

લંડનઃ છેલ્લા ચાર વર્ષથી સરકાર નેટ માઇગ્રેશન ઘટાડીને 2,45,000 પર લાવવાના વચનો આપી રહી હોવા છતાં છેલ્લા એક વર્ષમાં નેટ માઇગ્રેશનની સંખ્યા 6 લાખને પાર કરી ગઇ હતી.ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા દર્શાવે છે કે 2022માં 6,06,000 વિદેશીઓ યુકેમાં આવ્યા જે 2021 કરતાં 20 ટકાનો વધારો દર્શાવે છે. 2021માં 5,04,000 લોકો યુકે આવ્યા હતા. યુકેમાં અભ્યાસ, કામ અને રાજ્યાશ્રય માટે આવતા વિદેશીઓની સંખ્યામાં વધારો થતાં નેટ માઇગ્રેશન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે.

સરકાર છેલ્લા ઘણા સપ્તાહથી નેટ માઇગ્રેશનના આંકડા જારી કરવામાં વિલંબ કરી રહી હતી. સત્તાવાર આંકડા બ્રેક્ઝિટના સમર્થક એવા વડાપ્રધાન રિશી સુનાક અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન માટે શરમજનક સ્થિતિ છે કારણ કે તેમનો દાવો હતો કે યુરોપિયન સંઘ સાથે છેડો ફાડી નાખવાથી અમે યુકેની સરહદો પર નિયંત્રણ મેળવી શકશે.

બ્રેક્ઝિટના અમલ પહેલાં નેટ માઇગ્રેશન બે થી અઢી લાખ પ્રતિ વર્ષ રહેતું હતું. બ્રેવરમેને ગયા વર્ષે જણાવ્યું હતું કે, તેઓ નેટ માઇગ્રેશનમાં લાખોનો ઘટાડો કરવા માગે છે. રિશી સુનાક પણ અગાઉ એમ કહેતા હતા કે તેઓ નેટ માઇગ્રેશનની સંખ્યા 2,45,000થી નીચે લાવવા પ્રતિબદ્ધ છે પરંતુ ગયા સપ્તાહમાં જ તેમણે કોઇ ચોક્કસ લક્ષ્યાંક આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ઇમિગ્રેશનનું પ્રમાણ ઊંચુ પરંતુ નિયંત્રણ બહાર ગયું નથીઃ વડાપ્રધાન સુનાક

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશનનું પ્રમાણ ઘણું ઊંચુ છે પરંતુ નિયંત્રણ બહાર ગયું નથી. હું ઇમિગ્રેશનને નીચું લાવવા ઇચ્છું છું પરંતુ મને નેટ માઇગ્રેશનનો પાંચ લાખનો આંકડો વારસામાં મળ્યો છે. જનતા રવાન્ડા પ્લાનને સમર્થન આપી રહી છે. વિદેશીઓ યુકેમાં ગેરકાયદેસર રીતે આવે તે યોગ્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter