લંડન
સુનાક કેબિનેટમાં હોમ સેક્રેટરી તરીકે વાપસી કરનાર ભારતીય મૂળના સુએલા બ્રેવરમેન સિક્યુરિટી બ્રીચના આરોપોમાં બરાબર સપડાયાં છે. તેમણે ફરી એકવાર કેટલાક વધુ સત્તાવાર દસ્તાવેજ પોતાના પ્રાઇવેટ ઇમેલમાં મોકલી આપ્યાની કબૂલાત કરી છે. જોકે તેમણે સુનાકની માફી માગતા જણાવ્યું છે કે તેઓ સરકારી કામકાજ માટે પોતાના પ્રાઇવેટ મોબાઇલ ફોનનો ક્યારેય ઉપયોગ નહીં કરે.
સાંસદોને લખેલા પત્રમાં બ્રેવરમેને સ્વીકાર્યું છે કે હું ટોરી પાર્ટીના બેક બેન્ચ સાંસદને કેટલીક સંવેદનશીલ માહિતી મોકલવાની જવાબદારી સ્વીકારું છું. આ માટે મેં માફી માગીને લિઝ ટ્રસની કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. સુએલા બ્રેવરમેને વધુ 6 વાર સંવેદનશીલ દસ્તાવેજો પોતાના પર્સનલ ઇમેલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાની કબૂલાત કરી છે.
જોકે બ્રેવરમેને જણાવ્યું હતું કે, આમાંનો કોઇ દસ્તાવેજ ગુપ્ત કે નુકસાનકારક નહોતો. મારી પાસે વ્યાજબી કારણો હતાં. હું વર્ચ્યુઅલ મિટિંગોમાં ભાગ લેતી વખતે મારે તે દસ્તાવેજો વાંચવાની જરૂર પડી હતી.


