લંડનઃ કોરોના મહામારીમાં સરકારે લાદેલા લોકડાઉન્સ હજુ પણ ખરાબ બાબત તરીકે યાદ કરાય છે ત્યારે લોકડાઉન ફાઈલ્સમાં સરકારે સંખ્યાબંધ અશક્ત-નિર્બલ લોકોને મરવા દીધા હોવાનો ઘટસ્ફોટ થતા ભારે ચકચાર જામી છે.
લોકડાઉન્સ સૌથી સારી કામગીરી ન હોવા છતાં તેને સંબંધિત ફાઈલ્સમાં ઘણી બાબતો પર ધ્યાન અપાયું નથી. જેમાં શરૂઆતથી જ અશક્ત લોકોને બચાવવા શું પગલાં લેવાયાં હતાં, ટેસ્ટિંગની સવલત વધુ ઝડપથી આપી શકાઈ હોત, કેર હોમ્સમાં PPEપૂરતાં પ્રમાણમાં રખાયા હતા, માત્ર અશક્ત અને નિર્બળ લોકો જ નહિ, તંદુરસ્ત લોકો પણ મોતનો શિકાર થતા હોવાના સંદેશાઓમોકલાતા હતા, માસ્ક અને યોગ્ય અંતર જાળવવાનો કરાયેલો વિરોધ, લદાયેલા નિયમોનું પાલન નહિ કરવાની લોકોની માનસિકતા સહિતના પ્રશ્નોનો સમાવેશ કરાયો છે.
ડિસેબિલિટીના કારણે અનેક કંપનીઓએ મહિલાઓને કામ પરથી કાઢી મૂકી તેનો કોમ્યુનિટી દ્વારા ભારે વિરોધ કરાયો હતો. આ સમયે એમ કહેવાયું હતું કે લોકોના જીવન કરતાં બિઝનેસીસ વધુ મહત્ત્વના છે. આનાથી કેસીસમાં વધારો થશે તેવી ચેતવણી થોડા મહિના પછી સાચી પુરવાર થઈ હતી. ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ યોજનાથી બિઝનેસીસને લાભ થયો હતો પરંતુ, કેસીસ વધ્યા હતા. નિયંત્રણો હળવા થયાં પછી પણ ઘરમાં જ રહેવાનું સલામત છે તેમ માનીને ઘણા અશક્ત લોકોએ રેસ્ટોરાં સહિત બહાર જવાનું ટાળ્યું હતું.
થેરેસ કોફે, મેટ હેનકોક તેમજ અન્ય નેતાઓના વોટ્સએપ મેસેજીસમાંથી સ્પષ્ટ થતું હતું કે તે સમયે સરકારે નિર્બળ લોકોને મરવા દીધા હતા. આ બધી બાબતો કોવિડ ઈન્ક્વાયરીમાં સમાવી લેવી જોઈએ તેવી માગણી પણ થઈ રહી છે.

