સરકારે વિદેશી ભાષા અને ફિઝિક્સના શિક્ષકોની તાલીમ માટે અપાતી સહાય બંધ કરી

ફિઝિક્સ અને વિદેશી ભાષાઓના શિક્ષકોની અછત ગંભીર બનવાની ચેતવણી

Tuesday 09th April 2024 11:34 EDT
 

લંડનઃ વિદેશી વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્ર અને વિદેશી ભાષાના શિક્ષક બનાવવા અપાતી તાલીમ માટેની આર્થિક સહાય સરકારે બંધ કરી દીધી છે. નિષ્ણાતોએ આરોપ મૂક્યો છે કે સરકારે લીધેલા નિર્ણયના કારણે બાળકના જીવનમાં મળતી તકોને નુકસાન થશે. આ સ્કીમના કારણે આ વિષયોના શિક્ષકોની અછત પૂરી કરી શકાતી હતી.

ઇન્ટરનેશનલ ટ્રેઇની ટીચર્સને હવે ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ અંતર્ગત અપાતી 10,000 પાઉન્ડની સહાય બંધ કરી દેવામાં આવી છે. આ સહાયના કારણે જે વિષયોમાં શિક્ષકોની અછત હોય તેમાં ભરતીને વેગ મળ્યો હતો. ગયા વર્ષે સરકારે ફિઝિક્સના તાલીમી શિક્ષકોની ભરતીના લક્ષ્યાંકના ફક્ત 17 ટકાની જ ભરતી કરી હતી.

સરકારે કોઇપણ પ્રકારની નોટિસ વિના જ આ સહાય બંધ કરી દીધી છે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટીઓમાં શિક્ષક તરીકે આ ઓટમમાં તાલીમ લેવા માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પણ આ સહાય નહીં મળે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિક્સે જણાવ્યું છે કે આ નિર્ણય યોગ્ય નથી. આ સહાય શિક્ષકોની અછત પૂરવામાં ઘણી મદદરૂપ રહેતી હતી. આ સહાયનો પ્રારંભ ગયા વર્ષથી કરાયો હતો.

વોર્સેસ્ટર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડેવિડ ગ્રીને જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ફિઝિક્સ અને આધુનિક વિદેશી ભાષાઓના શિક્ષકો મેળવવા મુશ્કેલ બન્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter