લંડનઃ સરેમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટને ગયા વર્ષે બનેલી ફૂડ પોઇઝનિંગની ઘટના માટે 41,000 પાઉન્ડ કરતાં વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરે સ્થિત મોગલ રેસ્ટોરન્ટ હોલીવૂડના કલાકારોમાં ઘણો લોકપ્રિય છે. 2012માં હોલીવૂડ સ્ટાર બ્રાડ પિટ અને એન્જેલિના જોલીએ, 2017માં વિલ સ્મિથ, 2009 રસેલ ક્રોવ જેવા અદાકારોએ આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. 2022માં આ રેસ્ટોરન્ટનું રસોડું આરોગ્ય માટે જોખમી જણાતા સરે હીથ બરો કાઉન્સિલ અને યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવાઇ હતી. રેસ્ટોરન્ટના ડીપ ક્લિનિંગ બાદ ફરી શરૂ કરાયેલી આ રેસ્ટોરન્ટની સામે ખાદ્ય સુરક્ષામાં નિષ્ફળતા માટે કાઉન્સિલ દ્વારા કાર્યવાહી કરાઇ હતી અને તેને 25000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિક્ટિમ સરચાર્જ પેટે 2000 પાઉન્ડ અને કાઉન્સિલ કોસ્ટ પેટે 14,116 પાઉન્ડ ચૂકવવા રેસ્ટોરન્ટને આદેશ અપાયો છે.


