લંડનઃ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરે ફેબ્રુઆરી મહિનામાં થયેલી તેમની ધરપકડના સંદર્ભમાં થેમ્સ વેલી પોલીસ સામે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. એન્ડ્રુના વકીલોએ તેમની ધરપકડ સાથે સંકળાયેલા સર્ચ વૉરન્ટ્સને પડકાર આપ્યો છે.
જેફરી એફસ્ટીન સાથેના સંબંધોને કારણે પ્રિન્સ અને ડ્યુક ઓફ યોર્ક તરીકેના પોતાના ખિતાબો ગુમાવનારા એન્ડ્રુ સર્ચ વૉરન્ટ્સની કાયદેસરતાની તપાસ માટે જ્યુડિશિયલ રિવ્યૂ ઇચ્છે છે. આ વૉરન્ટ્સ 18 ફેબ્રુઆરીએ એન્ડ્રુની ધરપકડના એક દિવસ પહેલાં સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટના જજ દ્વારા જારી કરવામાં આવ્યા હતા.


