સર્જન વંશ પટેલ સિલ્વર સ્કાલપેલ એવોર્ડથી સન્માનિત

ભાવિ પેઢીના સર્જનોને તાલીમ આપવામાં મહત્વની ભુમિકા માટે આ એવોર્ડ અપાય છે

Tuesday 17th March 2026 11:33 EDT
 
 

લંડનઃ વોટફોર્ડ જનરલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જન વંશ પટેલને સર્જિકલ ટ્રેનિંગમાં યુકેમાં અપાતા સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પૈકીના એક સિલ્વર સ્કાલપેલ એવોર્ડથી સન્માનિત કરાયા છે. નવી પેઢીના ડોક્ટરો તૈયાર કરવા તાલીમમાં અદ્દભૂત યોગદાન આપનાર સર્જનને આ એવોર્ડથી સન્માનિત કરાય છે.

સર્જન વંશ પટેલ કોલોરેક્ટલ કેન્સર સર્જરી અને રોબોટિક સર્જરીમાં સર્જનોને તાલીમ આપવામાં મહત્વની ભુમિકા ભજવે છે. તેમણે એક એવી ટેકનિક વિકસાવી છે જેની મદદથી તાલીમાર્થી સર્જનો કોલોરેક્ટલ પ્રોસિજર્સ શીખવાની સાથે રોબોટિક ટેકનિકનો પણ અનુભવ પ્રાપ્ત કરે છે. આ એવોર્ડ તાલીમાર્થી સર્જનો દ્વારા નોમિનેટ કરાયેલા સર્જનોને અપાય છે. એક ટ્રેઇનીએ જણાવ્યું હતું કે, વંશ પટેલ અસામાન્ય સર્જન છે. તેમની સિદ્ધીઓ પ્રેરણાદાયી છે.

સર્જન વંશ પટેલે જણાવ્યું હતું કે, નવી પેઢીના સર્જનો તૈયાર કરવા એનએચએસમાં સીનિયર સર્જનોની જવાબદારી છે. કન્સલ્ટન્ટ તરીકે અમારી એ સૌથી મહત્વની જવાબદારી છે. આજે અમે જે સર્જન તૈયાર કરીએ છીએ તેઓ આગામી 30થી 40 વર્ષ સુધી દર્દીઓની સારવાર કરવાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter