લંડનઃ યુકેની મેડિકલ ટ્રિબ્યુનલમાં ચાલી રહેલા એક કેસની સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની મૂળનો એક સીનિયર ડોક્ટર નર્સ સાથે નજીકના ઓપરેટિંગ રૂમમાં સેક્સ કરવા માટે પેશન્ટને મધ્ય સર્જરીમાં જ છોડીને ચાલ્યો ગયો હતો. આ ઘટના વર્ષ 2023ની છે. ડોક્ટર સુહૈલ અંજુમે કબૂલાત કરી છે કે તે નર્સ સાથે સેક્સ કરવા દર્દીને સર્જરી દરમિયાન જ છોડીને ચાલ્યો ગયો હતો.
ગ્રેટર માન્ચેસ્ટરની ટેમસાઇડ જનરલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ એનેસ્થિટિસ્ટ તરીકે ફરજ બજાવતો અંજુમ 16 સપ્ટેમ્બર 2023ના રોજ ઓપરેશન થિયેટરમાં એક નર્સ સાથે બિભત્સ સ્થિતિમાં ઝડપાઇ ગયો હતો. હાલ અંજુમ પાકિસ્તાનમાં કામ કરી રહ્યો છે. તે સમયે ઓપરેશન થિયેટરમાં એક દર્દીની ગોલ બ્લેડર સર્જરી ચાલી રહી હતી.