સર્વેમાં ભાગ લેતા સાંસદોને કલાકના ૩૫૦ પાઉન્ડની કમાણી

Wednesday 15th December 2021 06:39 EST
 
 

લંડનઃ  પોલિંગ કંપનીઓ માટે સર્વેમાં ભાગ લઈને સાંસદો કલાકના ૩૫૦ પાઉન્ડની કમાણી કરતા હોવાનું BBCના સંશોધનમાં જણાયું હતું. YouGov અને Ipos Mori જેવી કંપનીઓ સાંસદોના અભિપ્રાયો જાણવા માટે નિયમિતપણે બિઝનેસીસ અને ચેરિટીઝ વતી સાંસદોને પ્રશ્રો પૂછે છે. ૨૦૧૯ની ચૂંટણીથી ૧૨૩ સાંસદોએ ૧૦૪૦ સર્વેમાં ભાગ લેવામાં ૬૯૫ કલાક વીતાવ્યા છે અને ૧૧૬,૦૦૦ પાઉન્ડથી વધુની આવક મેળવી હતી.   લઈને સાંસદો કલાકના ૩૫૦ પાઉન્ડની કમાણી કરતા હોવાનું BBCના સંશોધનમાં જણાયું હતું. YouGov અને Ipos Mori જેવી કંપનીઓ સાંસદોના અભિપ્રાયો જાણવા માટે નિયમિતપણે બિઝનેસીસ અને ચેરિટીઝ વતી સાંસદોને પ્રશ્રો પૂછે છે. ૨૦૧૯ની ચૂંટણીથી ૧૨૩ સાંસદોએ ૧૦૪૦ સર્વેમાં ભાગ લેવામાં ૬૯૫ કલાક વીતાવ્યા છે અને ૧૧૬,૦૦૦ પાઉન્ડથી વધુની આવક મેળવી હતી.  
તેઓ આવક જાહેર કરે તો તે નિયમોનો ભંગ કરતા નથી પરંતુ, તે બહારના કામકાજની ફેરફાર કરાયેલી સ્ક્રુટિની હેઠળ આવે છે.    
ભૂતપૂર્વ ટોરી સાંસદે નિયમોનો ભંગ કર્યો હોવાનું સ્ટાન્ડર્ડ વોચડોગના ધ્યાને આવ્યા પછી આવતા વર્ષથી સાંસદોને કંપનીઓના કન્સલ્ટન્ટ અથવા એડવાઈઝર તરીકે કામ કરવા પર મનાઈ ફરમાવાય તેવી શક્યતા છે. તેઓ લાંબા સમયથી સર્વેમાં ભાગ લઈને નાણાં મેળવી રહ્યા છે.      
રજિસ્ટર ઓફ મેમ્બર્સ ઈન્ટરેસ્ટ્સના BBC એ કરેલા વિશ્લેષણ મુજબ પાર્લામેન્ટના મોટાભાગના એટલે કે ૬૯ સાંસદોએ કમાયેલા નાણાં તેમની પાસે રાખ્યા હતા જ્યારે ૨૪ સાંસદોએ તે તમામ રકમ ચેરિટીને આપી દીધી હતી. અન્યોએ તે નાણાં તેમની લોકલ પાર્ટીને આપ્યા હતા જેનો ઉપયોગ ઓફિસ અથવા કેમ્પેઈન ખર્ચ માટે થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter