સસરાએ જમાઇ પર છરા વડે હુમલો કરતાં સાડા આઠ વર્ષની કેદ

ભારત પ્રવાસના મામલે સસરાએ જમાઇની હત્યાનો પ્રયાસ કર્યો

Wednesday 21st December 2022 05:36 EST
 

લંડન

બર્મિંગહામમાં માંસ કાપવાના છરા વડે જમાઇ પર હુમલો કરનાર સસરાને તાજેતરમાં સાડા આઠ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. ભારતની મુલાકાત લેવાના મામલે થયેલા વિવાદમાં સસરા ભજનસિંહે તેમના જમાઇ પર હુમલો કર્યો હતો.

પીડિત જમાઇએ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં જણાવ્યું હતું કે, તે તેની પત્ની અને બે બાળકો સાથે છેલ્લા બે વર્ષથી સસરા ભજનસિંહની સાથે હેન્ડ્સવર્થમાં કોર્નવોલ રોડ પર આવેલા પારિવારિક મકાનમાં રહેતો હતો. તે સસરાની સાથે જ એક જ ફેક્ટરીમાં કામ કરતો હતો અને તેમની વચ્ચે કોઇ વિખવાદ નહોતા પરંતુ 14 એપ્રિલ 2022 પછી તેમના સંબંધોમાં કડવાશ આવી હતી.

14મી એપ્રિલે પીડિત જમાઇ તેની પત્ની અને બાળકો સાથે શોપિંગ કરીને ઘેર પાછો આવ્યો ત્યારે દારૂના નશામાં ચકચૂર સસરાએ તેના પર માંસ કાપવાના છરા વડે હુમલો કર્યો હતો. જમાઇ જેમ તેમ કરીને આ હુમલામાંથી બચી જવામાં સફળ રહ્યો હતો.

સસરા ભજનસિંહ ભારતની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ તે ગુસ્સામાં રહેતા હતા. આ ગુસ્સો તેમણે દારૂના નશામાં પોતાના જમાઇ પર ઉતાર્યો હતો. કોર્ટે સસરાને સાડા આઠ વર્ષ કેદની સજા ફટકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter