સહકર્મીઓની મજાક બાદ એનએચએસ ફાર્મસી વર્કરે વિક્ટિમાઇઝેશનનો કેસ જીત્યો

અમિત વર્માને ઇનવિઝિબલ એમ્પ્લોયીનું પ્રમાણપત્ર હાથમાં રાખીને પોઝ આપવા મજબૂર કરાયા હતા

Tuesday 17th November 2026 09:35 EST
 
 

લંડનઃ માન્ચેસ્ટર યુનિવર્સિટી એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના એક સિનિયર ફાર્મસી આસિસ્ટન્ટે સહકર્મીઓ દ્વારા કરવામાં આવેલી એક ક્રૂર મજાક બાદ વિક્ટિમાઇઝેશનનો (પીડિત કરવાનો) કેસ જીતી લીધો છે. વર્કપ્લેસ પર રમાયેલી આ મજાકમાં તેમને ‘ઇનવિઝિબલ એમ્પ્લોયી’નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. માન્ચેસ્ટર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે કે આ ઘટનાનો હેતુ કર્મચારીને અપમાનિત કરવાનો હતો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી તપાસ અપર્યાપ્ત અને અત્યંત વિલંબિત હતી.

સિનિયર ફાર્મસી વર્કર અમિત વર્માને તેમના સહકર્મીઓએ એક પ્રેઝન્ટેશન સમારોહમાં બોલાવ્યા હતા અને નકલી એવોર્ડ આપીને તાળીઓ પાડીને તેમની મજાક ઉડાવી હતી. આ મજાકમાં સામેલ અન્ય સ્ટાફ જોઈ રહ્યો હતો ત્યારે વર્માને કેસ્પર ધ ફ્રેન્ડલી સીઈઓ દ્વારા સહી કરાયેલું પ્રમાણપત્ર હાથમાં પકડાવીને કેમેરા સામે ફોટો પડાવવા મજબૂર કરાયા હતા.

સહકર્મીઓએ તેને બિનહાનિકારક મજાક ગણાવી હતી, પરંતુ વર્માએ જણાવ્યું હતું કે આ તેમની કાર્યનિષ્ઠા પર હુમલો હતો કારણ કે તે દર્શાવતું હતું કે તેઓ ગેરહાજર, કામચોર કે બહાનાબાજ છે. જ્યારે અપમાનિત થયેલા વર્માએ આ અંગે સત્તાવાર ફરિયાદ કરી ત્યારે તપાસ પ્રક્રિયા 95 દિવસ સુધી ખેંચાઈ ગઈ હતી. માન્ચેસ્ટર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં વર્માએ આ કેસ જીતી લીધો છે અને હવે તેઓ એનએચએસ પાસેથી વળતર મેળવવા માટે હકદાર બન્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter