સાંસદને ઘર ખરીદવું પોસાતું નથી

Monday 15th February 2016 06:25 EST
 
 

લંડનઃ ભારતમાં સાંસદપદે આવ્યા પછી મકાનમાલિક થવું તદ્દન સહેલું બની જાય છે, પરંતુ યુકેમાં અલગ પરિસ્થિતિ છે. હેઝલ ગ્રોવના ટોરી સાંસદ વિલિયમ વ્રેગને પાર્લામેન્ટના સભ્ય તરીકે ૭૪,૦૦૦ પાઉન્ડની આવક હોવા છતાં ઘર ખરીદવા જરૂરી ડિપોઝીટના અભાવે પેરન્ટ્સની સાથે રહેવા જવાની ફરજ પડી છે. દેશના લાખો યુવાન લોકોની સાથે તેઓ પણ પ્રોપર્ટી ની સીડી પર આગળ જઈ શકે તેમ નથી.

પ્રાઈમરી સ્કૂલના ૨૮ વર્ષીય પૂર્વ શિક્ષક વ્રેગ સ્વીકારે છે કે તેમને વેતન ઘણું સારું મળે છે, પરંતુ તેઓ આખી જીંદગી ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરતા નથી. સાંસદો તેમના લંડનના નિવાસ માટે ખર્ચાના ક્લેઈમ્સ કરી શકે છે અને મતવિસ્તારમાં તેમના ઘરના ખર્ચા જાતે જ ચુકવવા પડે છે. શિક્ષક તરીકે કામ કરતા હતા ત્યારે પણ વ્રેગને ભાડાના ફ્લેટમાં જ રહેવાનું પોસાતું હતું. હવે તેઓ ઘરમાલિક થવા માટે આવશ્યક ડિપોઝીટ એકઠી કરવા બચત કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter