લંડનઃ ત્રણ વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવેલા સાઇકેમોર ગેપ વૃક્ષના થડમાંથી નવા અંકુરો ઉગી નીકળતા પુનર્જીવનના સંકેતો દેખાઈ રહ્યા છે. આ પ્રખ્યાત વૃક્ષને 2023માં ડેનિયલ ગ્રેહામ અને એડમ કેરુથર્સ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું. જુલાઈ 2025માં ગ્રેહામ અને કેરુથર્સને ચેનસો વડે વૃક્ષ કાપવા બદલ ચાર વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.


