સાઉથ ઇસ્ટની ડ્રગ ગેંગના ઉમેર ઇકબાલને 20 વર્ષ અને હેરિસ શેખને 22 મહિનાની કેદ

Tuesday 17th February 2026 11:02 EST
 
 

લંડનઃ સાઉથ ઇસ્ટમાં સંખ્યાબંધ ડ્રગ ક્રાઇમ માટે સંખ્યાબંધ અપરાધીઓને કેદની સજા ફટકારવામાં આવી છે. સાઉથ ઇસ્ટ રિજિયોનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટ દ્વારા કરાયેલી તપાસ બાદ રીડિંગ ક્રાઉન કોર્ટે સ્લાઉના ઉમેર ઇકબાલને કોકેનના વેપાર માટે 20 વર્ષ, અક્સબ્રિજના હેરિસ શેખને ગાંજાના વેપાર માટે 22 મહિના કેદની સજા ફટકારી હતી. ઇકબાલ એક સુનિયોજિત ગેંગ સાથે મળીને સમગ્ર યુકેમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

આ પહેલાં ઓક્ટોબર 2025માં આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય સભ્યોને પણ કેદની સજા ફટકારવામાં આવી હતી જેમાં અક્સબ્રિજના ફૈસલ ઓસ્માનીને 9 વર્ષ, હેય્સની શાર્લોટ લાઇટફૂટને બે વર્ષ, સ્લાઉની માર્તા કાર્ઝેવસ્કાને બે વર્ષ, હેય્સના હમઝા માનને 9 વર્ષ, ફેલ્થહામના ઉમર શેરયારને 11 વર્ષ અને હૌન્સલોના નૂર ખુરાનાને સાડા પાંચ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter