સાઉથ એશિયન કોમ્યુનિટીના વેક્સિનેશન માટે સ્ટુઅર્ડ વોલન્ટીઅર્સની જરૂર

Wednesday 08th September 2021 04:26 EDT
 
 

કોમ્યુનિટીઓને કોવિડ-૧૯ વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે વેક્સિનેશનમાં મદદ કરવા સ્ટુઅર્ડ વોલન્ટીઅર્સની જરૂર છે. NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર સાઉથ એશિયન કોમ્યુનિટીની મદદે પહોંચ્યું છે ત્યારે સ્થાનિક વેક્સિનેશન સ્થળોએ સ્ટુઅર્ડ વોલન્ટીઅર્સ (SV)ની જરૂર માટે હાકલ કરાઈ છે. લોકો વાઈરસની સામે પોતાને અને આસપાસના લોકોને સુરક્ષિત બનાવી શકે તે માટે વેક્સિનના બે ડોઝ લેવાનો માર્ગ શ્રેષ્ઠ છે. વેક્સિનેશન સાઈટ્સ પર ક્લિનિકલ સ્ટાફની મદદ તેમજ વેક્સિન લેવા આવેલા લોકોને આ પ્રક્રિયા સલામતી અને સરળતાથી પૂર્ણ કરવામાં મદદની ભૂમિકામાં વોલન્ટીઅર્સ કામ કરશે.

વેક્સિનેશન સાઈટ્સ પર સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાં જળવાય તેમજ વધારાના સપોર્ટની જરૂર હોય તેવા લોકોની ઓળખમાં પણ વોલન્ટીઅર્સ મદદ કરે છે. વોલન્ટીઅરની સલામતી પણ પ્રાથમિકતા ધરાવે છે અને શિફ્ટ શરૂ થાય તે પહેલા સાઈટ્સ પર સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.

સ્ટુઅર્ડ વોલન્ટીઅર્સ (SV)ની કામગીરીમાં જોડાવા રસ ધરાવતા લોકો www.nhsvolunteerresponders.org.uk.ની મુલાકાત લઈ શકે છે. શિફ્ટ સામાન્યપણે છ કલાકની રહે છે અને તમારા ખર્ચા તેમાં આવરી લેવાય છે. આના માટે કોઈ અનુભવ કે ક્વોલિફિકેશનની જરૂર નથી.

NHS ઈંગ્લેન્ડ અને NHS ઈમ્પ્રુવમેન્ટ દ્વારા મહામારીના પ્રતિભાવમાં સપોર્ટ કરવા માટે માર્ચ ૨૦૨૦માં NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર્સ પ્રોગ્રામની સ્થાપના કરવામાં આવી હતી અને રોયલ વોલન્ટીઅરી સર્વિસ અને GoodSAM દ્વારા તેની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. વોલન્ટીઅર્સ તેમને ક્યારે અને કઈ શિફ્ટમાં કામ કરવું છે તેની પસંદગી કરવા મોબાઈલ ફોન એપનો ઉપયોગ કરી શકે છે. આ પ્રોગ્રામ હેઠળ સમગ્ર ઈંગ્લેન્ડમાં ૭૪,૦૦૦ વેક્સિનેશન સ્ટુઅર્ડ પૂરા પડાયા છે.

ગત વર્ષે કોવિડ-૧૯ના લીધે પડોશીને ગુમાવવાના કારણે પ્રેરિત થયેલાં જસબીર બાંગેર વોલન્ટીઅરીંગ બાબતે ઉત્સાહી રહી NHSને સપોર્ટ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે NHS વોલન્ટીઅર રિસ્પોન્ડર્સ સ્ટુઅર્ડની ભૂમિકામાં પૂરતી કામગીરી કરી રહ્યાં નથી.

જસબીર કહે છે કે,‘મારાં મતે મારી પશ્ચાદભૂ ધરાવતા લોકોમાં વેક્સિન લેવાનું પ્રમાણ ઓછું છે અને તેઓ વેક્સિન સાઈટ પર આવે છે ત્યારે મોટા ભાગે કદાચ નર્વસ હોય છે. પરંતુ, તેઓ મને જ્યારે જુએ છે ત્યારે હું તેમના જેવી જ છું તેનાથી તેમને હિંમત આવવામાં મદદ મળે છે. મારી પંજાબી ભાષા એટલી સારી નથી પરંતુ, મોટા ભાગે હું લોકો સાથે પંજાબીમાં વાતચીત કરી શકું છું અને તેમની મુલાકાત દરમિયાન મદદ કરી શકું છું તે ઘણું સારું લાગે છે. તમારી પાસે કોઈના વેક્સિનેશન અનુભવ પર પોઝિટિવ અસર પાડવાની તક હોય છે અને જો તે અનુભવ સારો રહેશે તો તેઓ પોતાના મિત્રો અથવા પરિવાર સાથે પોઝિટિવિટીની વાત કરશે અને તમે વાસ્તવમાં સાચો તફાવત સર્જ્યો હોવાનું કહેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter