સાઉથ કેન્સિંગ્ટનમાં વિશાળકાય ભારતીય કઠપૂતળીઓની પરેડ યોજાશે

Tuesday 09th June 2026 10:43 EDT
 

લંડનઃ પશ્ચિમ લંડનમાં દક્ષિણ એશિયાની કલા, સંગીત અને હસ્તકલાની પરંપરાઓની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઊંચી કઠપૂતળીઓ, નગારાના નાદ અને ગતિશીલ શિલ્પો આકર્ષણનું કેન્દ્ર બનશે. સાઉથ કેન્સિંગ્ટનના એક્ઝિબિશન રોડ પર શનિવાર અને રવિવાર દરમિયાન જાયન્ટ્સ ઓન ધ મૂવ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરેડ વાર્ષિક વિજ્ઞાન ઉત્સવ ધ ગ્રેટ એક્ઝિબિશન રોડ ફેસ્ટિવલના ભાગ રૂપે યોજાઈ રહી છે. આ વર્ષનો ઉત્સવ ધ ગ્રેટ એક્ઝિબિશનના 175 વર્ષ પૂર્ણ થવાની સ્મૃતિમાં ઉજવાઈ રહ્યો છે.

આ સમગ્ર કાર્યક્રમનું નિર્દેશન ભારતના સૌથી પ્રભાવશાળી કઠપૂતળી કલાકારોમાંના એક એવા દાદી પુદુમજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓ છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી પરંપરાગત ભારતીય કઠપૂતળી કલા, ઓબ્જેક્ટ થિયેટર, મહોરાં, પ્રોજેક્શન અને સંગીતના ક્ષેત્રમાં સક્રિય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter