લંડનઃ સેન્ટ્રલ લંડનના સાઉથવાર્કમાં ટાવર બ્રિજ નજીક સોમવારે બનેલી છૂરાબાજીની ઘટનામાં બે વ્યક્તિનના મોત થયાં હતાં અને શંકાસ્પદ હુમલાખોર સહિત 3ને ઇજા પહોંચી હતી. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, 58 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે 27 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે હુમલાની આશંકામાં 30 વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી. તે પણ ગંભીર ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. ડિટેક્ટિવ એમા બોન્ડે જણાવ્યું હતું કે, આ ઘટનાને આતંકવાદ સાથે કોઇ સંબંધ નથી. અમારી તપાસ હાલ પ્રારંભિક તબક્કામાં છે. પોલીસે હજુ મૃતકોના નામ જાહેર કર્યાં નથી.


