સાઉથવોલ્ડના જંગલમાં આકાર લઇ રહ્યું છે દુનિયાનું પ્રથમ ઓપન એર થિયેટર

Saturday 13th February 2021 05:08 EST
 
 

ઈંગ્લેન્ડના સાઉથવોલ્ડનાં જંગલોમાં દુનિયાનું પ્રથમ ઓપન થિયેટર તૈયાર થઈ રહ્યું છે, જેનું કામ ચાલુ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે. સંપૂર્ણપણે લાકડામાંથી બનેલા આ થિયેટરમાં ૩૫૦ દર્શકોની ક્ષમતા રહેશે. અહીં દિવસે વૃક્ષોનો છાંયડો અને રાત્રે ખુલ્લા આકાશ નીચે કાર્યક્રમો નિહાળી શકાશે. ખાસ તો પર્યાવરણપ્રેમીઓ માટે આ થિયેટર તૈયાર થઈ રહ્યું છે. અહીં થિયેટર આર્ટિસ્ટ અભિનય કરશે અને સમયાંતરે પર્યાવરણ માટે વૃક્ષોના મહત્ત્વને પણ સમજાવશે. આ થિયેટરને આકાર આપી રહેલા ચાર્લોટ બોન્ડ કહે છે કે થિયેટરનું નામ ‘ધ થોરિંગટન થિયેટર’ રખાયું છે. અહીં ડ્રામા અને મ્યુઝિકલ કોન્સર્ટ કરાશે. ચાર્લોટના કહેવા અનુસાર આ થિયેટર બનાવવા માટે તેમણે એક પણ વૃક્ષને નુકસાન પહોંચાડ્યું નથી. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે અહીં ભારે બોમ્બમારો થયો હતો. ચાર્લોટ બોન્ડ કહે છે કે જ્યાં થિયેટર આકાર લઇ રહ્યું છે ત્યાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે બોમ્બ ઝીંકાયા હતા. આ કારણે અહીં ઊંડો ખાડો પડી ગયો હતો. અહીં વધારે વૃક્ષો ન હોવાને લીધે જગ્યા મળી ગઈ, અને તેમાં થિયેટર આકાર લઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter