લંડનઃ ટોરી નેતા લોર્ડ રેમી રેન્જરના બ્રિટિશ શીખ એસોસિએશને સાઉથોલના પબ્લિક પાર્કમાં શીખ સોલ્જર મેમોરિયલ સ્ટેચ્યુની સ્થાપના માટેની પ્લાનિંગ એપ્લિકેશન ઇલિંગ કાઉન્સિલમાં રજૂ કરી છે. પશ્ચિમ લંડનમાં આ તેના પ્રકારનું પ્રથમ સ્ટેચ્યુ હશે.
આ મેમોરિયલનો હેતૂ બ્રિટિશ દળોની સાથે રહીને ઐતિહાસિક યોગદાન અને બલિદાન આપનારા શીખ સૈનિકોને સન્માનિત કરવાનો છે. મેમોરિયલ દ્વારા લોકોને બ્રિટિશ સેનામાં શીખ સૈનિકોના યોગદાન અંગે પણ શિક્ષિત કરી શકાશે.
લોર્ડ રેન્જરે જણાવ્યું હતું કે, બ્રિટિશ શીખ એસોસિએશન આ સ્ટેચ્યૂ માટે આર્થિક સહાય કરી રહ્યું છે. અમે શીખ સમુદાય પાસેથી આ ભંડોળ એકઠું કરીશું. સાઉથોલમાં શીખોની વસતી ઘણી હોવાના કારણે અમે તેની પસંદગી કરી છે. સાઉથોલમાં વસતા શીખોના કોઇને કોઇ પરિજને બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સેવા આપી છે.


