સાઉદી કોન્ટ્રાક્ટ્સ મેળવવા લાંચ આપવા સરકારની સંમતિ હતી

Wednesday 18th May 2022 06:52 EDT
 

લંડનઃ સાઉદી અરેબિયા પાસેથી લોભામણા કોન્ટ્રાક્ટ્સ હાંસલ કરવા સાઉદી અરેબિયન શાહી પરિવારના સભ્યો અને મિલિટરીને મિલિયન્સ પાઉન્ડની ચૂકવણી કરવા બ્રિટિશ ડિફેન્સ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સંમત થયા હોવાનું  એરબસની સબસિડીઅરીના ઉચ્ચ એક્ઝિકયુટિવ અને તેના સહયોગીઓની ટ્રાયલમાં જાણવા મળ્યું છે.

ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ અનુસાર ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા બે વ્યક્તિના વકીલોએ સધર્ક ક્રાઉન કોર્ટમાં જ્યુરી સમક્ષ જણાવ્યું હતું કે બ્રિટિશ સરકારે રિયાધ પાસેથી સંવેદનશીલ લશ્કરી કોન્ટ્રાક્ટ્સ હાંસલ કરવા સાઉદી અધિકારીઓને તમામ રકમની ચૂકવણીના સત્તા આપી હતી. આ કેસ સાઉદી અરેબિયાના નેશનલ ગાર્ડને સંદેશાવ્યવહાર સેવા પૂરી પાડવાના યુકે સરકારના સોદા સાથે સંબંધિત છે, જેની કાર્યવાહી એરબસના હાલ નિષ્ક્રિય યુનિટ GPT સ્પેશ્યલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા કરાઈ હતી.

GPTના 65 વર્ષીય પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર જેફ્રી કૂક અને GPTના બે સબકોન્ટ્રાક્ટર્સના 79 વર્ષીય પૂર્વ નાણાકીય અધિકારી જ્હોન મેસન પર 2007 થી 2012ના ગાળામાં સાઉદી અધિકારીઓને 9.7 મિલિયન પાઉન્ડની લાંચ આપવાનો આરોપ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter