લંડનઃ લોર્ડ ધોળકિયાએ મંગળવાર ૨૫ જુલાઈએ સાઉદી અરેબિયામાં ૧૪ વ્યક્તિને ફાંસી અપાવાના સંબંધે હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રાઈવેટ નોટિસ ક્વેશ્ચન થકી તાકીદનો મુદ્દો ઉઠાવ્યો હતો. મૃત્યુદંડ નાબૂદી અંગે ઓલ પાર્લામેન્ટરી પાર્ટીના સભ્ય તરીકે લોર્ડ ધોળકિયાએ બે બાળકો સહિત ૧૪ વ્યક્તિને મૃત્યુદંડ અપાવા વિશે સરકારે સાઉદી અરેબિયાની સરકાર સમક્ષ કઈ રજૂઆતો કરી છે તે સંબંધે કડક પ્રશ્નો કર્યા હતા.
મિનિસ્ટર બેરોનેસ ગોલ્ડીએ ડેથ પેનલ્ટી અંગે યુકે સરકારનું વલણ ભારપૂર્વક રજૂ કર્યું હતું ત્યારે લોર્ડ ધોળકિયાએ તેમને પડકારતા કહ્યું હતું કે,‘યુકે સમગ્ર વિશ્વમાં માનવ અધિકારો અને કાયદાના શાસનનું
મહત્ત્વપૂર્ણ રક્ષક છે.’ તેમણે પ્રશ્ન કર્યો હતો કે,‘ આ મૃત્યુની સજાઓને રોકવા અને ખાસ કરીને સાઉદી એરેબિયાના સરકાર સાથે આપણા ગાઢ સંબંધો છે ત્યારે વિશ્વમાં કાયદાના શાસન સરકારના શુ પ્રયત્નો છે તે સમજાવી શકશો?’
તેમણે રજૂઆતના અંતે જણાવ્યું હતું કે,‘આનું પૂર્વ ઉદાહરણ પણ છે જ્યારે વડા પ્રધાન તરીકે ડેવિડ કેમરને ૨૦૧૫માં ત્રણ સગીરના મૃત્યુદંડ અટકાવવા અંગત દરમિયાનગીરી કરી હતી. અત્યારે આપણા વડા પ્રધાન શું કરી રહ્યાં છે?’


