સાઉધમ્પટનમાં રેસ્ટોરન્ટ લૂંટાઇ, ગુજરાતી માલિકે જાતે લૂંટારૂના સગડ મેળવ્યાં

ચોરીના અપરાધોને પોલીસ દ્વારા મહત્વ ન અપાતું હોવાનો અંકિત વાઘેલાનો આરોપ

Tuesday 12th August 2025 11:00 EDT
 
 

લંડનઃ સાઉધમ્પ્ટનમાં આવેલી ગુજરાતી રેસ્ટોરન્ટ પધારોમાં લૂંટારુઓએ ચોરી કર્યા પછી તેના ગુજરાતી માલિકે અને સ્ટાફે પોતે તેની તપાસમાં લાગવું પડયુ હતુ. આ ઘટના બતાવે છે કે યુ.કે.માં કાયદો અને વ્યવસ્થા કેટલી કથળી ગઈ છે. આ રેસ્ટોરા તેના ચોથા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહી હતી ત્યારે ત્રાટકેલા લૂંટારા રોકડ, કેશ રજિસ્ટર અને દારુની મોંઘી બોટલો લૂંટી ગયા હતા.

માલિક અંકિત વાઘેલાએ જણાવ્યું હતું કે અમને આ ચોરીની ખબર સીસીટીવી ફૂટેજ જોયા પછી પડી હતી. તેમાં ત્રણ જણાએ ચોરી કરી હોવાનું સ્પષ્ટ દેખાતું હતુ. અમને ખેદ એ વાતનો છે કે પોલીસ હવે આ પ્રકારની ચોરીની ઘટનાઓ પર ખાસ ધ્યાન આપી રહી નથી. તેના બદલે તે બીજા મહત્ત્વના કેસો પર ધ્યાન આપી રહી છે, તેના કારણે આ પ્રકારની ઘટનાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
સીસીટીવી ફૂટેજ જોયા પછી પોલીસની કાર્યવાહીની રાહ જોવાના બદલે પોતે તેમની ટીમ સાથે ચોરોની શોધખોળ આદરી. આ માટે તેણે પાંચ દિવસ બગાડવા પડ્યા, સાઉધમ્પ્ટનમાં ફોરેન્સિક તપાસ માટે કોઈ હાજર જ ન હતું.

અંકિત વાઘેલાએ જણાવ્યું હતું કે કોઈપણ કારોબારને નુકસાન ન પરવડે, તેવું જ અમારું પણ છે. હાલમાં અમને કેશ રજિસ્ટર વગર ચલાવવામાં ભારે તકલીફ પડી રહી છે. અમે જાતે તપાસ કરી ત્યારે તેમાં ફાડી નાખેલું રજિસ્ટર મળી આવ્યું હતું, રોકડ તો ચોરો ઉસેટી જ ગયા હતા હતા અને મોંઘો દારૂ પી ગયા હતા. આ બધું અમે જાતે કર્યુ હતું, પોલીસનો કોઈ સહકાર ન હતો. તેની સામે પોલીસનું કહેવું હતું કે અમે દરેક કેસને તેની અગ્રતા મુજબ પ્રાધાન્ય આપીએ છીએ. અમે આ કેસ પણ હાથ પર લીધો જ છે અને અમારા ઓફિસર તેમા જેવું અપડેટ આવશે તે આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter