સાજિદ જાવિદ £૩૦૦,૦૦૦નો પગાર મેળવશે

Wednesday 02nd December 2020 05:45 EST
 

લંડનઃ ટોરીના સાંસદ બનવા માટે સાજિદ જાવિદે ડ્યૂશ બેંકમાં મળતો ૩ મિલિયન પાઉન્ડનો પગાર છોડ્યો હતો. પરંતુ, હવે તેમને લાગે છે કે ભૂતપૂર્વ ચાન્સેલર હોવાથી પણ ફાયદો થાય છે. તેઓ ત્રણ અઠવાડિયાના કામ માટે ૩૦૦,૦૦૦ પાઉન્ડ કમાવવા આગળ વધી રહ્યા છે. તેમણે નં.૧૧ છોડ્યું તે પછી તેઓ બીજી છ આંકડાની સેલરી મેળવશે. સિલિકોન વેલીમાં આવેલી C3.ai આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ કંપનીમાં તેમની એડવાઈઝર તરીકે નિમણુંક થઈ છે. ગયા ઓગસ્ટમાં જેપી મોર્ગનમાં તેમની નિમણુંક સિનિયર એડવાઈઝર તરીકે કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter