લંડનઃ બ્રિટનના ઇતિહાસમાં સાત દાયકા પછી પ્રથમવાર કિંગ દ્વારા સંસદને સંબોધન કરાયું હતું. પોતાનો 75મો જન્મદિવસ ઉજવવા જઇ રહેલા કિંગ ચાર્લ્સે પાર્લામેન્ટના સ્ટેટ ઓપનિંગમાં તેમના પ્રિય માતા સ્વ. ક્વીન એલિઝાબેથ બીજાને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પતાં ક્વીનના સેવાના વારસાની પ્રશંસા સાથે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંબોધનમાં કિંગ ચાર્લ્સ તૃતીયે તેમની સરકારના આગામી એજન્ડાને પણ સંસદના પટલ પર મૂક્યો હતો.


