સાદિક ખાને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય તરીકે શપથ લીધા

Tuesday 22nd September 2026 10:46 EDT
 
 

લંડનઃ લંડનવાસીઓના અવાજને બુલંદ કરવાનું ચાલુ રાખવાના સંકલ્પ સાથે મેયર સાદિક ખાને હાઉસ ઓફ લોર્ડ્સમાં શપથ લીધા હતા. શપથવિધિ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું સાદિક, લૉર્ડ ખાન ઓફ ટૂટિંગ, ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું કાયદા અનુસાર મહામહિમ કિંગ ચાર્લ્સ અને તેમના વારસદારો પ્રત્યે નિષ્ઠાવાન રહીશ અને સાચી વફાદારી રાખીશ. મને આ સન્માન મળવા બદલ હું ગર્વ અનુભવું છું. એક કાઉન્સિલ એસ્ટેટથી લંડનના મેયર બનવા સુધીની સફરમાં આ દેશે મને ઘણી તકો આપી છે. મારું ધ્યાન હંમેશા જાહેર સેવાની ભાવના પર રહ્યું છે અને આગળ પણ લંડનવાસીઓના હિત માટે સતત કાર્યરત રહીશ. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ખાને હાઉસ ઓફ લોર્ડ્સને નાબૂદ કરવાની જાહેર માંગ કરી હતી. હવે ચાર વર્ષ પછી પોતે જ તે ગૃહના સભ્ય બનતા તેમની નીતિઓ અને સિદ્ધાંતો સામે વિરોધીઓએ પ્રહારો કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter