સાપેક્ષવાદ વિશે આઈન્સ્ટાઈનની ગણતરીની ઉંચી કિંમત ઉપજી

Tuesday 23rd November 2021 13:39 EST
 

લંડનઃ  સાપેક્ષવાદની સામાન્ય થિયરી વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈને હાથે લખેલી ગણતરીની ભાગ્યે જ જોવા મળતી હસ્તપ્રત પેરિસમાં ત્રણ મિલિયન યુરોમાં વેચાઈ હતી. આ હસ્તપ્રત તેમના સ્વીસ સાથીએ સાચવી રાખેલી હતી. આઈન્સ્ટાઈન અને તેમના મિત્ર મિશેલ બેસ્સોના સમીકરણો સાથેના ૫૪ પાનાના મોનોગ્રાફ જૂન ૧૯૧૩થી જૂન ૧૯૧૪ના છે. પેરિસ પ્રિમાઈસીસ ફોર એગટસ ઓક્શન હાઉસમાં તેના વેચાણ અગાઉ ક્રિસ્ટીસે જણાવ્યું કે લીલામી માટે અત્યાર સુધી આવેલી આઈનસ્ટાઈનની હસ્તપ્રતોમાં આ સૌથી કિંમતી છે તેમાં કોઈ શંકા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter