સામાજીક બદલાવ માટે મહિલા સશક્તિકરણ જરૂરી

Wednesday 11th March 2020 06:14 EDT
 
 

લંડનઃ લાઇફ ગ્લોબલ યુકે સંસ્થા તથા નવનાત વણિક ભગિની સમાજ દ્વારા પાંચમી માર્ચના રોજ નવનાત સેન્ટર, હાયેઝ ખાતે ચેન્જ લાઇફ વિષય સાથે પરિસંવાદ અને ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણથી સમાજમાં કેવો બદલાવ લાવી શકાય છે તે બાબતને કેન્દ્રસ્થાને રાખીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.

પરિસંવાદમાં ભાગ લેનારાઓમાં રીતુલા શાહ (બીબીસીનાં પત્રકાર) રેણુકા મહેતા (પ્રેસિડેન્ટ નવનાત વણિક ભગિની સમાજ), સી.બી. પટેલ (તંત્રી-પ્રકાશક ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ), વનિતા પટેલ (એમબીઈ)નો સમાવેશ થાય છે.

લાઇફ ગ્લોબલ યુકે સંસ્થા ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓના સશક્તિકરણ માટે દાન એકત્ર કરતી સંસ્થા છે. લાઇફ ગ્લોબલ તેની સાથી સંસ્થા પ્રોજેક્ટ લાઇફ, રાજકોટ સાથે મળીને કામ કરે છે. જે સીમાડાના વિસ્તારની મહિલાઓને કોમ્પ્યુટરથી માંડીને સ્વરક્ષણ, સ્વનિર્ભરતા અને જાતીય સમાનતા સહિતની કૌશલ્યવર્ધક અને વ્યાવસાયિક તાલીમ આપે છે.

લાઇફ ગ્લોબલનાં ટ્રસ્ટી અને પ્રમુખ બીના સંઘવીએ કહ્યું હતું કે અમે £૮૦,૦૦૦થી વધુનું દાન એકત્ર કર્યું છે અને જે ગરીબી રેખા હેઠળ જીવતી ૪૦૦ કરતાં વધુ મહિલાઓને જીવનધોરણ સુધારવા તથા તેમના જીવનનાં સર્વાંગી વિકાસ માટે મદદરૂપ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter