લંડનઃ 15 વર્ષીય કન્યાને પોતાની અશ્લિલ તસવીરો મોકલવા માટે દોષી ઠરેલા નરાધમને 15 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. એસેક્સના બાસિલડોનમાં રહેતો નિકોલસ હોકેસ રજિસ્ટર્ડ સેક્સ ઓફેન્ડર છે. તેણે એક મહિલાને પણ અશ્લિલ તસવીરો મોકલી હતી. આ મહિલાએ 9 ફેબ્રુઆરીના રોજ નિકોલસે મોકલેલી તસવીરોના સ્ક્રીન શોટ લઇને પોલીસમાં ફરિયાદ કરી હતી. આમ નિકોલસ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સાયબર ફ્લેશિંગ માટે જેલની સજા મેળવનારો પ્રથમ અપરાધી બન્યો છે. 31મી જાન્યુઆરીથી અમલમાં આવેલા ઓનલાઇન સેફ્ટી એક્ટ અંતર્ગત સજા મેળવનારો તે પહેલો દોષી છે.