લંડન
બ્રિટનમાં રોયલ મેઇલ પર સાયબર હુમલો થતાં વિદેશ સેવાઓ ખોરવાઇ ગઇ હતી. સાયબર હુમલાના કારણે બુધવારે વિદેશોમાં મોકલાતા પત્રો અને પાર્સલની સેવાઓ ખોરવાઇ હતી. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, સાયબર હુમલાના કારણે તેની આંતરરાષ્ટ્રીય સેવાઓમાં ગંભીર અવરોધો સર્જાયાં હતાં. જો કે રોયલ મેઇલે વધુ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, અમે હંગામી ધોરણે વિદેશી સ્થળોમાં લેટર્સ અને પાર્સલ મોકલવામાં સક્ષમ નથી. અમે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે ગ્રાહકોને થોડી ધીરજ રાખવાની અપીલ કરીએ છીએ. જે પત્રો અને પાર્સલ ડિસ્પેચ કરી દેવાયાં છે તેની ડિલિવરીમાં પણ વિલંબ થવાની સંભાવના છે.


