સારવાર સમીક્ષાનો અધિકાર આપતો માર્થા રૂલ હવે ઇમરજન્સી વિભાગોમાં અમલી

હવે એએન્ડઇમાં પણ સેકન્ડ ઓપિનિયનની માગ કરી શકાશે

Tuesday 22nd September 2026 10:55 EDT
 
 

લંડનઃ માર્થા રૂલ અંતર્ગત સારવારની સમીક્ષાનો અધિકાર હવે ઇમરજન્સી વિભાગો (A&E) સુધી વિસ્તારવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના દરેક ઇમરજન્સી વિભાગમાં માર્થા રૂલ અમલી બનશે જેથી હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના પરિવારો તાત્કાલિક ધોરણે સારવાર અંગે સેકન્ડ ઓપિનિયન માટે વિનંતી કરી શક્શે.

આ નિયમ 2021માં 13 વર્ષીય માર્થા મિલ્સના નિધન બાદ ઘડી કઢાયો હતો, જે દર્દીની સ્થિતિ વણસતી હોય ત્યારે 24 કલાક તાત્કાલિક સમીક્ષા મેળવવાની સુવિધા પૂરી પાડે છે. ઇનપેશન્ટ વોર્ડમાં આ નિયમ અમલી બન્યા બાદ હવે નેશનલ હેલ્થ સર્વિસ તેને ઇમરજન્સી વિભાગોમાં પણ લાગુ કરી રહી છે. આ અંતર્ગત દર્દીની વણસતી સ્થિતિ વિશે રજૂઆત ન સાંભળવામાં આવે ત્યારે તાત્કાલિક સમીક્ષા શરૂ કરવા માટે એક અલગ ફોન નંબર ઉપલબ્ધ કરાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter